આતપ સેવનની ઋતુ

સામાન્ય રીતે ૧૪મી નવેમ્બરથી સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશે ત્યારથી જ તડકો ગમવા લાગે છે. તેથી જ આ શિયાળા ને આતપ સેવનની ઋતુ કહે છે.

સૂર્ય અખંડ ઉર્જા નો સ્રોત છે,પ્રત્યક્ષ ઈશ્વર છે. આ કુમળા તડકાને સેવવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.શરદી અને કફ રોગનું શમન થાય છે. ચામડીના રોગો દૂર થાય છે.હીરા રતન માણેક કહે છે કે બધા જ રોગો દૂર થાય છે.

સૂર્ય બધા ગ્રહોનો પિતા છે એટલે જ આપણે સુરજદાદા કહીએ છીએ ને ?તડકા સેવનથી જ અપાલા નો કુષ્ઠ રોગ દૂર થયો હતો.જો. . .જો દોડાદોડીમાં તડકો સેવવાનું ભૂલાય ના જાય.                                                       

सूर्यो आत्मा जगत तस्थुश्च | સૂર્ય ને જગતનો આત્મા કહ્યો છે.આત્મા વગર શરીર સંભવે નહિ તેમ જગત સૂર્ય વિના કેમ ચાલે ?

ચૈતન્ય એ સૂર્યનો ગુણ આત્માનો પણ એ જ ગુણ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પિતા, અસ્થિ (હાડકા )પર પ્રભાવ ધરાવનાર કહ્યો છે.૧૪ ઓકટોબરથી ૧૪ નવેમ્બર સુધી જન્મેલા માટે સૂર્ય નબળો કહ્યો છે.તેમણે સૂર્યની પૂજા એટલેકે તડકો જરૂર સેવવો.

કેલ્શિયમ ની ઉણપ ધરાવનાર તડકો સેવે તો તેમણે વિટામીન d તો મળે જ .કોઇપણ ઘા ને રૂઝ લાવવામાં તડકો ઔષધ છે.

કલા ઉત્સવ

આજે કલા ઉત્સવના બીજા દિવસે ગાયન-વાદન સ્પર્ધા યોજાય.વાંસળી,ઓર્ગન,હાર્મોનિયમ,અને તબલા વાદન સ્પર્ધામાં 24 સ્પર્ધકોએ ભાગ લીધો.
ગાયન સ્પર્ધામાં લોકગીત,ભજન,સુગમગીત સ્પર્ધા યોજાય.IMG-20170801-WA0016
IMG-20170801-WA0013IMG-20170801-WA0008IMG-20170801-WA0009IMG-20170801-WA0023

Heartbeat Of life

જીવનનો ધબકાર -રસદર્શન
આ એક એવું પુસ્તક જેમાં ધબકતું જીવન જોવા મળે.દરેક વ્યક્તિને પોતાની વાત અને જીવનના અનુભવો કહેવાનું મન થાય તેમાંથી જ સાહિત્યમાં આત્મકથાનું સ્વરૂપ વિકસ્યું છે ધૂમકેતુનું “જીવનપંથ અને જીવનરંગ” ચંદ્રવદન ચી.મહેતાની “બાંધ ગઠરિયા”ગાંધીજીના “સત્યના પ્રયોગો”આવા પુસ્તકો S.Y.B.A.માં ૧૯૭૬માં અભ્યાસકાળ દરમિયાન વાંચેલા.
વનાંચલ અને શૈશવના સંસ્મરણોના અંશ વાંચ્યા અને ૨૦ વરસ સુધી ભણાવ્યા પણ ખરા.એ તો ઠીક પણ ૧૯૭૩ ની સાલમાં નવમા ધોરણમાં “હેલન કેલર”આત્મકકથાનો અંશ અંગ્રેજીમાં ભણ્યો ત્યારે એમ થતું કે અંધ વ્યક્તિએ પુસ્તક કેવી રીતે લખ્યું હશે?આનો જવાબ મને આજે તેંતાલીસ વરસે શ્રી લાભુભાઈના પુસ્તક “જીવનના ધબકાર” દ્વારા મને મળ્યો.
આ પુસ્તક એટલું રસપદ છે કે એકી બેઠકે વાંચી નાખવાનું મન થાય.
આ પુસ્તકના પાને પાને “જીવનનો ધબકાર”સંભાળવા મળે છે. બાળપણની માંદગી અને દૃષ્ટિ ગુમાવી-ચર્મચક્ષુ ગુમાવ્યા એ બાબતનો લેખકને જરા પણ રંજ નથી ઉલટાનો દિવ્ય દરબાર -દૃષ્ટિ પ્રાપ્ત થયાનો આનંદ છે ઈશ્વરે ખાસ અનુભવ થાય અને આવા સંઘર્ષમાંથી પસાર થયા પછી જ એક ફરિશ્તો લોકોનું હિત કરવા ઈશ્વર યોગ્ય વ્યક્તિને પૃથ્વી પર યોગ્ય સમયે મોકલે છે એ લેખક બરાબર સમજે છે.માતા અજવાળીબાનો મૃત્યુ પ્રસંગ ભલભલાને રડાવી દે તેવો છે.પુત્રની ચિંતા આ મા ના મનમાં કેવી હશે તે વિચાર પણ કંપાવી દે તેવો છે.
માંદગીનું વર્ણન અને આ બાળક સાજો નહિ થાય તેની પીડાથી આંખ ગઈ તેમ જ હવે જીવશે પણ નહિ એવું સાંભળીને સાયકલ પર ઘરે લાવતા બાળકને લારીમાંથી કેળા ખરીદતા માતા-પિતાનું શબ્દ ચિત્ર કાળજું કંપાવી દે છે.કેળા જીવન દાન પ્રાપ્ત થયું કોઈપણ વસ્તુ ક્યારે ઔષધ બને તે કહેવાય નહિ.ચપટી ધૂળ પણ જીવન દાતા બની જાય તે લેખકે દર્શાવ્યું છે.
માતાના મૃત્યુ પછી ખરખરે આવેલ સ્ત્રીઓ માતા કરતા આ બાળકનું મૃત્યુ થયું હોત તો સારું થાત.સ્ત્રીઓની આ વાત એ સમયની વાસ્તવિકતાનું નિરૂપણ છે જગત હંમેશ ઉપયોગિતાવાદ ને અનુસરે છે. આ અંધ બાળક કેમ મોટું થશે ?પગભર કેમ થશે ?એ વાસ્તવિકતા સામે આક્રોશ એ લેખક કચરાની ટોપલો નાખી આમાં સમાજની ગેરમાન્યતા સામેનો ગુસ્સો જોવા મળે છે.જેને જીવન કુદરત તરફથી મળ્યું છે એની મૃત્યુ વિશેની કામના કરતી સ્ત્રી પણ સહાનુભૂતિને પાત્ર હોવા છતાં લેખકને પણ થાય છે કે “મારું મૃત્યુની વાત તમે શા માટે કરો છો ? કોઈને મદદ કરવી કે નહિ અને ઈશ્વરના ન્યાય કે નિયમો વિષે સમીક્ષા કરનાર તમે કોણ?
163 માં પાને સૂક્ષ્મ દૃષ્ટિમાં વૈકુંઠધારી પ્રત્યેની કવિતામાં તત્વ જીજ્ઞાસાનું દર્શન જોવા મળે છે સૃષ્ટિ કેમ બની હશે ? એ દર્શનશાસ્ત્રનું તત્વચિંતન અહીં જોવા મળે છે. 169 માં પાને દંભીઓની દુનિયા પ્રકરણમાં વરવી વાસ્તવિકતાનું નિરૂપણ લેખકે કર્યું છે.ફેંકેલ પથ્થરમાંથી લેખકે તેમાંથી પગથીયું બનાવીને પ્રગતિના દ્વાર કેવીરીતે ખોલ્યા તે અહીં જોવા મળે છે.
37 માં પાને ગીજુ જોશી સાથેનો સંઘર્ષ પણ મુશ્કેલીમાંથી કેમ માર્ગ કાઢવો તેની લેખકને અનુભૂતિ થાય છે.ભવિષ્યમાં “કાનૂન ધકેલાયો હાંસિયામાં”આપેલ લેખકની લડતના બીજ “બીજનું વાવેતર”પ્રકરણમાં જોવા મળે છે.
દિવ્ય દરબારની અનુભૂતિ અને અંધત્વમાં પણ કુદરતની કૃપાના દર્શન જોવા મળે છે. કાદવ વચ્ચે કમળ અને કાંટા વચ્ચે ગુલાબ ઉગે તેમ એક ક્ષતિની સામે કુદરતે આપેલ વિશિષ્ટ શક્તિનો આવા બાળકોએ પડકાર તરીકે ઝીલીને સામનો કરવો એ લેખકનું દર્શન છે.કુદરતનું સર્જન કોઈ હેતુ વગર ના હોઈ શકે એવી ઈશ્વર પ્રત્યે શ્રધ્ધાની 165માં પાને વાંચતા 11 માં ધોરણમાં તત્વજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં રજૂ થયેલી હેતુવાદીઓની ઈશ્વરના અસ્તિત્વ અંગેની દલીલો યાદ આવી ગઈ.આ સૂક્ષ્મ દૃષ્ટિ એને જ તત્વજ્ઞાનમાં “ચેતના”કહે છે અને નરસિંહ મહેતા જેને ‘સુરતા” કહે છે.સંતો આવા જીવને જ જાગેલો “જીવ”કહે છે અને જાગૃત જીવ-જેને તત્વ દર્શન થયું હોય તે બીજા લોકોને પણ આવું દર્શન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે તેવી પ્રાર્થના અહીં લેખક પણ કરે છે.

આવો જીવ પાપભીરુ હોય છે અહીંયા પણ લેખક “ઝગમગ”કાવ્યમાં પ્રપંચ અને કપટ લીલાથી દૂર રહેવાનું અને ઈશ્વરના ઠપકાથી બચવાનું કહે છે.
પ્રગતિ ઇચ્છનાર વ્યક્તિએ પ્રશંસકોથી હંમેશા બચતા રહેવાની વાત પણ સૂચવે છે કે લેખક આ બાબતે સતત જાગૃત છે કેમકે સૌથી લપસણી બાબત પ્રશંસા છે જે આધ્યાત્મિક વિકાસમાં અવરોધક છે.
આ પ્રકરણમાં આત્મસાક્ષાત્કારની અનુભૂતિનું શાબ્દિક વર્ણન કરવાનો પ્રયત્ન છે -ઉપનીષદમાં પણ આવું જ જોવા મળે આત્મ દર્શન કરનાર વ્યક્તિ આ વર્ણન કર્યા વગર વધુ વખત રહી શકે નહિ.આત્મચિંતન અને મનમાં ચાલતું દર્શન કુદરતે પ્રગટ થવા જ જાણે સર્જ્યું છે તેમ આ પ્રકરણ વાંચીને લાગે.
અંતિમ પ્રકરણ “વસિયતનામું” પાનું 195 પર લેખકે પોતાનું જીવન દર્શન વ્યક્ત કરી દીધું છે.જન્મ કે મૃત્યુ સમયે થતી કર્મકાંડ વિધિઓ કરતા વ્યક્તિના અધૂરા કાર્યોને આગળ ધપાવવા એ જ સૌથી મોટું શ્રાદ્ધ છે અને એ જ ધર્મ છે આ પ્રકરણમાં લેખક સંપૂર્ણપણે અધ્યાત્મવાદી દર્શન રજૂ કરે છે.ભૌતિકવાદી વ્યક્તિ ધન સંપતિનો સ્થાવર જંગમ મિલકત આપે પણ એવી નાશવંત બાબત કરતા અક્ષર- જેનો નાશ નથી તેવા વારસો આપવાની ઈચ્છા લેખકે અહીં વ્યક્ત કરી છે.
સમગ્ર આત્મકથામાં મારી દૃષ્ટિ આત્મસાક્ષાત્કાર થયેલ વ્યક્તિના વિચારો અને જીવન દર્શન કેવું હોય તે દૃષ્ટિગોચર થાય છે.

Formative Assessment

નાપાસ
ગુજરાતીમાં ના પાસ શબ્દ જ નથી પાસ એટલે “પસાર થવું” નો પાસ શબ્દ હોવો જોઈએ. અંગ્રેજીમાં તો તેને માટે ફેઈલ શબ્દ છે.
શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પૂરી થઈ ત્યારબાદ હવે ૯ અને ૧૧ ની પરીક્ષાઓ પણ લેવાઈ ગઈ.

શિક્ષકોને માટે યક્ષ પ્રશ્ન છે કે જે વિદ્યાર્થી ઉત્તરવહીમાં સારું પ્રદર્શન નથી કરી શક્યો કે કંઈ લખી નથી શક્યો તેને ઉપલા વર્ગમાં કેમ ચઢાવવો ?

પરાણે ઉપલા વર્ગમાં બઢતી આપીને ધોરણ ૧૦ કે ૧૨ માં પ્રવેશેલ વિદ્યાર્થી આવતા વર્ષે તો બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાનો જ.જે શિક્ષકને જ નુકશાન કરે.
બીજી બાજુ હવે વિદ્યાર્થીને નાપાસ કહેવાનું નથી ફક્ત ગ્રેડ જ E1 કે E2 આપવાનો છે તેના શિક્ષણ અંગેની સરખામણી પણ અન્ય વિદ્યાર્થી સાથે ના કરવી એવું કહ્યું છે.

વાહ, બાળકો નિરાશ ના થાય, હતાશ ના થાય તેની કેટલી ચિંતા આ નિયમોમાં જોવા મળે છે.14 કે 15 વર્ષનું બાળક પૂર્વ તરુણાવસ્થામાં હતાશ ના થવું જોઈએ તેની ચિંતા આ નિયમોમાં કરી છે.
શિક્ષકે ફક્ત સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું છે.બાળકને ઉત્તરવહીને આધારે મૂલ્યાંકન નહિ પરંતુ તેના વર્તન અને વિવેક ને આધારે મૂલ્યાંકન એ ખરેખર આવકાર્ય બાબત છે.

પરીક્ષાના પરિણામને આધારે વિદ્યાર્થીનું મન ભાંગી ના શકાય તેની ચિંતા આ નિયમોમાં છે.
પરંતુ શિક્ષક મિત્રો વિચારે છે કે ના આવડે તેને અટકાવવા જોઈએ આ નબળા વિદ્યાર્થી આગળ ભણીને શું કરશે ? વાસ્તવિકતા જુદી ત્યાં છે કે નબળો ગણાતો શાળાનો વિદ્યાર્થી ભવિષ્યમાં સાધુસંત, અધિકારી,વેપારી કે ઉદ્યોગપતિ બને છે આ બાબતને આપણે કઈ રીતે મૂલવશું ?

આ વાસ્તવિક જીવનમાં સફળ બનતા વિદ્યાર્થી આપણી સમક્ષ પ્રશ્નાર્થ ઉભો કરે છે કે નિષ્ફળ ગણાતો શાળાનો વિદ્યાર્થી શું ખરેખર નિષ્ફળ હતો? નહિ જ. હા, તે નાપાસ થવાનું કારણ તેને રસરુચિ મુજબ ના વિષય તેને ભણવા નથી મળ્યા તે છે.
આ માટે ગમતા વિષય મળવા જરૂરી છે.ધોરણ 10 કે 12 માં વિષયોની બહોળી પસંદગી મળવી જોઈએ.

શાળામાં ધોરણ 9 કે 11 માં ભણતા પડ્યો બોલ પણ ના ઉથાપતા,વિનયી વિવેકી વિદ્યાર્થી નાપાસ કેમ હોઈ શકે ?
શાળામાં ફર્નિચર ફેરવવું હોય, શાળાના બગીચામાં પાણી પાવું હોય, શાળાનું કમ્પાઉન્ડમાં કચરો સાફ કરવાનો હોય ત્યારે દોડતા વિદ્યાર્થી નાપાસ ના થઈ શકે અને થવા પણ ના જોઈએ.

વિદ્યાનું પરીક્ષણ ઉત્તરવહીને આધારે નહિ વર્તનવહી ને આધારે થાય તે આ પરીક્ષા પદ્ધતિનો ઉદ્દેશ છે.

જોજો ભૂલેચૂકે પણ ખબર ના પડવા દેતા કે કોઈ વિદ્યાર્થી નાપાસ છે.કુદરતનું શ્રેષ્ઠ સર્જન નાપાસ કેવી રીતે હોઈ શકે? દૂષણો,નિષ્ફળતા અને વેરભાવ તો મોટા થયા પછી આવે છે જો આ વિદ્યાર્થીઓમાં આવા ભાવ જોવા મળે તો તે તેના નથી આપણી વાલી કે શિક્ષકોની દેન હશે અને આપણી દેન હોય તો વિદ્યાર્થી નાપાસ કે આપણે ?
વિદ્યાર્થીને શું આવડે છે ? એ શોધવાનું કાર્ય જ શિક્ષકે કરવાનું છે.શું નથી આવડતું ?એ જોવાનું નથી આમ છતાં નથી આવડતું એ ખબર પડે અને વિદ્યાર્થી તે વિષય કે બાબત શીખવા ઈચ્છતો હોય તો તે શીખડાવવું આ થઈ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ.કયા કૌશલ્ય બાળક જલ્દી શીખી શકે અને આવડે તે આ પદ્ધતિમાં શોધી કાઢવામાં આવે છે.

આમ આ હકારાત્મક રીતે બાળકનું મૂલ્યાંકન કરવાની રીત છે.

વર્ષા-વિચાર

આજે ૨૨.૬.૨૦૧૪ ભારતીય આષાઢ માસ નો પ્રારંભ થયો તેમ પંચાગ કહે છે.આજથી સૂર્ય આદ્રા નક્ષત્ર માં સવારે ૧૦.૩૮ મીનીટે પ્રવેશ્યો.આદ્ર એટલે ભીનું -ભેજવાળું.આથી હવે વરસાદ આવશે એમ માની શકાય.સૂર્ય ૩૬૦ દિવસ માં ૨૭ નક્ષત્રો માં ફરી લે છે.૩૬૦ /૨૭ =૧૩.૩૩ દિવસ એક નક્ષત્ર માં રહે એટલે કે ૧૩ દિવસ અને આઠ કલાક આદ્રા નક્ષત્ર માં રહેશે.
હવે ૬ જુલાઈ ના સવારે ૧૦.૦૬ વાગે પુનર્વસુ એટલે કે વખ માં પ્રવેશશે.
ત્યારબાદ ૨૦ જુલાઈ ના રોજ સવારે ૯.૪૨ વાગ્યે પુષ્ય એટલે કે પખ નક્ષત્રમાં પ્રવેશશે.
કર્ક, વૃશ્ચિક અને મીન રાશી જળ તત્વ ની રાશી કહેવાય છે ચોમાસા ની ઋતુ માં જયારે આ રાશી માં ચંદ્ર આવે ત્યારે વરસાદ ની સંભાવના વધારે કહેવાય.આથી જૂન ની ૨૯ તારીખે ચંદ્ર રાત્રે ૨.૧૮ મીનીટે કર્ક માં પ્રવેશશે અને ૧ લી જુલાઈ બપોરે ૧૪.૫૧ મીનીટ સુધી રહેશે એટલે ત્યારે વરસાદ સારો પડવો જોઈએ.આ વખતે ગુરુ પણ તા.૧૯.૬.૨૦૧૪ થી કર્ક માં પ્રવેશ્યો છે ગુરુ -ચંદ્ર ભેગા થાય ત્યારે ગજ-કેશરી યોગ થયો કહેવાય જે વરસાદ નું બળ વધારશે.
આ ઉપરાંત જયારે મંગળ અને ચંદ્ર ભેગા થાય કે જેની કુંડલી માં ભેગા હોય તો લક્ષ્મી યોગ કહેવાય છે આ બંને ને યુતિ થાય ત્યારે શ્રી કાર વરસાદ થાય તેમ કહેવાય ૩ જી જુલાઈ ના રાત્રે ૩.૨૪ થી ચંદ્ર કન્યામાં પ્રવેશે છે અને ૬ ઠ્ઠી જુલાઈ ના બપોરે ૧.૫૪ સુધી રહેશે આ ગાળા માં શ્રી કાર વરસાદ થઇ શકે.
૬ ઠ્ઠી જુલાઈ ૧.૫૪ થી ૮ મી જુલાઈ રાત્રે ૮.૩૫ સુધી ચંદ્ર તુલામાં રહેશે અને શનિ સાથે યુતિ થશે આ વાયુ તત્વ ની રાશી અને શનિ ગ્રહ ની વાયુ તત્વ ની પ્રબળતા વધે તેથી પવન વાવાઝોડું થાય એવું બને.શનિ-ચંદ્ર ની યુતિ વિષ યોગ કરે છે તેથી આ ગાળાનો વરસાદ વાવાઝોડું નુકસાન કરે.
૮ મી જુલાઈ ૨૦.૩૬ વાગ્યાથી ૧૦ મી જુલાઈ ના ૨૩.૧૫ સુધી ચંદ્ર વૃશ્ચિક એટલે જળ તત્વ ની રાશી માં રહેશે એટલે આ બે દીવસ પણ વરસાદ સારો
રહે.
ત્યારબાદ ૧૬ મી જુલાઈ રાત્રે ૨૩.૩૬ થી ૧૯ મી જુલાઈ રાત્રે ૩.૩૧ મિનિટ સુધી ચંદ્ર મીન રાશી માં રહેશે મીન જળ તત્વ ની રાશી હોવાથી તેમાં પણ વરસાદ થાય તેવી પૂરી સંભાવના છે.
સમગ્ર વર્ષા ઋતુ દરમિયાન શનિ મહારાજ તુલા માં હોવાથી પવન નું જોર તો રહેવાનું જ ૧૯૮૨ માં તુલા માં શનિ મહારાજ હતા ત્યારે વાવાઝોડું થયેલું તે ઘણા ને યાદ હશે.

રસરુચિ અનુસાર શિક્ષણ

મોટાભાગની પરીક્ષાના પરીણામો આવી ગયા છે દસમા ધોરણમાં કેટલા ટકા આવ્યા ? તેને આધારે વિદ્યાર્થી ને પ્રવાહ પસંદ કરવાનું કહેવામાં આવે છે.આવા શબ્દો વાલી ના કાને પડે છે.
” અરે વાહ ૮૦ ટકા આવ્યા તો તો તારે સાયન્સ માં જવું જોઈએ ” “બસ,૫૦ થી ઓછા ટકા છે તારે આર્ટસ કે ટેકનીકલ (I T I )માં જવું જોઈએ ”
આમ ટકાવારી ને આધારે પ્રવાહ પસંદ કરવાનું કહેવામાં આવે છે આ કેટલું ઉચિત કહેવાય ? આને કારણે જ Three idiyot જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે.
ખરેખર તો વિદ્યાર્થીના રસરુચિ જાણી ને પ્રવાહ પસંદ કરવાનું કહેવામાં આવે તો ભવિષ્યમાં તેમને યોગ્ય વ્યવસાય મળે અને નિષ્ફળતા થી બચી જાય.આ માટે રસરુચિ જાણવા માટે ની પરીક્ષા લઇ શકાય આવા કસોટીપત્રો પણ ઉપલબ્ધ છે.વિદ્યાર્થી ને ૧૧ માં ધોરણ આ માર્ગદર્શન મળવું જરૂરી છે.
હાલમાં ટકાવારી આધારિત આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ અથવા ટેકનીકલ માં પ્રવેશ લેવો એમ નહિ પણ રસ આધારિત પ્રવાહ પસંદ કરવો જોઈએ ઘણીવાર ૯૦ કે ૯૫ ટકા મેળવનાર વિદ્યાર્થી આર્ટ્સ માં રસ ધરાવતો હોઈ એવું બને અને એવી જ રીતે ૩૫ કે ૪૦ ટકા મેળવનાર ઘણીવાર વિજ્ઞાન માં રસ ધરાવતો હોય શકે આ શોધી કાઢવું એ શિક્ષક અને શિક્ષણ નું કાર્ય છે.આ માટે કારકિર્દી માર્ગદર્શન આવશ્યક છે.

ત્રિવિધ કર્મ

કર્મના ત્રણ પ્રકાર કાયિક,વાચિક અને માનસિક.
કાયિક એટલે શરીર કે કાયાથી થતા કર્મ.

જેમકે વૃદ્ધ કે અંધ ને રસ્તો ઓળંગાવવો કે કોઈને મારવું એમ સારું અને ખરાબ એમ બંને કર્મ હોઈ શકે.
વાચિક એટલે વાણીથી થતું કર્મ જેમકે કોઈની નિંદા કે પ્રશંસા કરવી.
માનસિક એટલે મનથી થતું કર્મ.

જેમકે કોઈના હિત કે મંગળ થાય તેવી પ્રાર્થના કરવી અથવા કોઈનું કામ બગડે તેવું વિચારવું.
સાંખ્ય અને જૈન દર્શન બંને ઉપરના કર્મના ફળ સારા કે નરસા મળે છે તેવું માને છે.

સારા કે નરસાં બંને કર્મ બંધન કરે છે પરંતુ કૃષ્ણ કહે છે કે કર્મથી સાવ મુક્ત થઇ શકાતું જ નથી.

આવે વખતે પ્રત્યાહાર-ઈશ્વર ને સર્વ સમર્પિત ભાવ રાખવાથી કર્મ બંધન થતું નથી.આમ સતત દરેક કર્મ કરતા વિચારવું તે પ્રત્યાહાર.
જૈન દર્શન કહે છે કે સમગ્ર દિવસ દરમિયાન જે કોઈ કર્મ થાય તેને મનમાં ચિત્ર સ્વરૂપે જોઈ ને પ્રાયશ્ચિત કરવું -તે કર્મ થી પાછા ફરવું અને પસ્તાવો કરવો.

સારું કર્મનું અભિમાન પણ નહિ અને કોઈને મનથી પણ દુઃખી કર્યા હોય તેની માફી માગવી.આ ભાવ પ્રતિક્રમણમાં રહેલો છે.
કોઈને દુઃખી થતા જોઇને એમ વિચારવું કે “તેના કર્મ તેને નડે છે “આવું વિચારવું પણ વિચારનારા માટે કર્મ બંધન કરે છે તેથી આવું માનસિક રીતે વિચારવું પણ નહિ તેમ સાંખ્ય અને જૈન દર્શન કહે છે ભગવતગીતા પણ સાંખ્ય દર્શનના સિદ્ધાંતો રજૂ કરે છે.
આ બંને દર્શનો શ્રેષ્ઠ અવસ્થા(કર્મથી પર)એ પહોંચેલ આત્માને જ પરમાત્મા માને છે.

શિક્ષણમાં સ્વતંત્રતા

સ્વતંત્રતા જેવું કોઈ સુખ નથી. શિક્ષણમાં પણ જો સ્વતંત્રતા આપવામાં આવે તો શિક્ષણ ગુણવત્તા સભર અને વ્યાપક પણ બને. માધ્યમિક શિક્ષણ બોર્ડ નું દસમા નું પરિણામ ૬૩.૮૫ ટકા જેટલું આવ્યું એક વિષય માં નાપાસ હોય તેવી સંખ્યા પણ ૫૭૦૦૦ જેવી છે.સૌથી ઓછું વિજ્ઞાન ૬૯.૮૩ ટકા જયારે ગણિત ૭૨.૬૩ ટકા છે.
દર વર્ષે ગણિત-વિજ્ઞાનમાં રીપીટરની સંખ્યા કૂદકે-ભૂસકે વધે છે.આ બાબત બધા જ શિક્ષક ના ધ્યાન પર છે જ. સર્વ શિક્ષણવિદ્ પણ આ બાબત થી સુપેરે પરિચિત છે.
શું એવું ના થઇ શકે કે ગુજરાતી અને અંગ્રેજી બે વિષય જ ફરજિયાત બાકીના પાંચ વિષય મરજિયાત પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે તો ગણિત અને વિજ્ઞાન માં નાપાસ થવાનું પ્રમાણ ઘટે, સાથોસાથ તેના વિકલ્પે કળાઓ , વાણિજ્ય ગણિત,કોમ્પ્યુટર, મોબાઈલ ટેકનોલોજી વિવિધ ભાષાઓ જેવા રસપ્રદ વિષયોમાંથી પસંદગી ની તક આપવામાં આવે અને સ્વતન્ત્રતા આપવામાં આવે તો શિક્ષણ ગુણવત્તા સભર અને વ્યાપક બને આ ઉપરાંત ધોરણ ૧૧-૧૨ માં પણ આવી સ્વતંત્રતા આપવામાં આવે કે બે વિષય જ ફરજીયાત બાકીના ચાર વિષય સ્વતંત્ર રીતે પસંદ કરવાની છૂટ હોવી જોઈએ.
વિષય પસંદ કરવાની સ્વતંત્રતા હશે તો વિદ્યાર્થીઓ રસ પૂર્વક અધ્યયન કરશે એટલું જ નહિ તેમને ગેરરીતિ કરવાનું મન પણ નહિ થાય.આમ શિક્ષણ મૂલ્યલક્ષી પણ બનશે.વળી રસપ્રદ વિષયો ને કારણે તેને ઊંડાણપૂર્વક વાંચવું ગમશે તેથી ગુણવત્તા પણ વધશે જ તે નિશંક છે.
૧૯૭૫ પહેલા ભણેલા બોર્ડ ના વિદ્યાર્થીઓએ આવી સ્વતંત્રતા મેળવી છે.ચાલો ને, હાલ ના વિદ્યાર્થી ને આવી તક આપીએ અને મૂલ્યયુક્ત,ગુણવત્તા સભર અને ભાર વગરનું ભણતર બનાવીએ.

શિક્ષણમાં નિદાન અને ઉપચાર

હમણાં વર્તમાનપત્ર આવશે અને પરિણામોની મોસમ ચાલી રહી હોવાથી વિવિધ શાળાઓ પોતાની શાળાઓની સિદ્ધિ વર્ણવશે વિદ્યાર્થીની તસવીરો હશે.

મને વિચાર એ આવે છે કે મોટે ભાગે “પૂજે જનો સૌ ઉગતા રવિ ને “એ ન્યાયે સફળ વિદ્યાર્થીઓ માટે આપણે હરખ કરીએ છીએ પણ બાકીના નિષ્ફળ વિદ્યાર્થી માટે નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ વિશે કેટલી શાળાઓ મિટિંગ કરે છે ?
આ માટે વિદ્યાર્થીની નિષ્ફળતાના કારણો અને ઉપાયો શોધવા એ પ્રાથમિકતા છે આ માટે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા, રસ ના વિષયો,કૌટુંબિક પરિસ્થિતિ,સામાજિક પરિસ્થિતિની તપાસ શિક્ષણમાં રસ ધરાવતા સૌ એ કરવાની જરૂર છે.

જો કે આવી નિષ્ફળતા વિશેની તપાસ અને સંશોધનો અનેક થયા છે પરંતુ આવા નિષ્ફળ બાળકો માટે નક્કર કાર્યોની જાહેરાત કે સમાચાર વર્તમાન પત્રોમાં નથી મળતા.આવા સંશોધનો ફક્ત પુસ્તકાલયોની શોભા જ વધારે તે પૂરતું નથી.
મારા F.Y.B.A.ના અભ્યાસ ક્રમમાં અમારે “ફોરાં”વાર્તા સંગ્રહ- ડો.જયંત ખત્રી નો અભ્યાસ થતો તે વાર્તાઓ માં સમાજના નિષ્ફળ પાત્રો જ નાયક છે.

ભાસે પણ પોતાના નાટકોમાં સમાજના ઉપેક્ષિત પાત્રોનું ઉર્ધ્વીકરણ કર્યું છે.
વર્તમાન સમયમાં આ નિષ્ફળ વિદ્યાર્થી (ફક્ત પદવી લેવામાં જ ) શું બીજી કોઈ સર્જનાત્મક શક્તિ ધરાવે છે અથવા તેની આ શક્તિ કેળવી શકાય છે કે કેમ ?આવું વિચારવું એ જ શિક્ષણનું કાર્ય છે શિક્ષણ માટે અંગ્રેજી શબ્દ to educate નો અર્થ “કેળવવું” એવો થાય છે.

કેટલું નથી આવડતું ? એ વિચારવા કરતા઼ કેટલું આવડે છે ? તે શોધી કાઢવું તે થઈ શિક્ષણની હકારાત્મક વિચારણા.

બધા ડોકટરો કે એન્જીનીયર બને તે કોઈ સમાજ કે દેશમાં શક્ય નથી અને જરૂરી પણ નથી. પાટો સારો બાંધી શકે તેવા કમ્પાઉન્ડર કે નર્સના વ્યવસાય માટે વધુ તકો મળે અને તેવા વ્યવસાયોને પ્રતિષ્ઠા મળે તેવું વેતન પણ મળવું જોઈએ અને માર્ગદર્શન પણ.
“સૌ નો સાથ એ જ સૌ નો વિકાસ”
ચાલો,આ નિષ્ફળ વિદ્યાર્થી માટે કૈક વિચારવાનું શરુ કરીએ.

આજનો સુવિચાર

મોટપ મોટા નર તણી,આપોઆપ કળાય,
હાથીને ભલી ઘંટડી,ઢોલ કદી નવ સહાય .
મોટા માણસ ની મોટપ માટે વાતો કે વખાણ કરવા પડતા નથી,તેમની પ્રશંસા કરવાની જરૂર પડતી નથી.હાથી શેરીમાંથી નીકળે એટલે લોકો જોવા નીકળે જ તેને માટે ઢોલ વગાડી ને બોલાવવાની જરૂર પડતી નથી.અલબત્ત જાન નીકળે ત્યારે ઢોલ વગાડવો પડે.બેન્ડવાજા વગાડવા પડે તે તો વિશિષ્ટ સંજોગો કહેવાય.
આ વાત એટલે યાદ આવી કે પાઠ્યપુસ્તક પુસ્તક માં વડાપ્રધાન વિષયક પાઠ મૂકવો કે કેમ ? વડાપ્રધાન શ્રી એ નારાજગી બતાવી આ તેમની નમ્રતા બધાને ગમી, વિરોધપક્ષો ને પણ. સામાન્ય માણસમાંથી આવા અલંકૃત પદે પહોચનાર વ્યક્તિ માટે તેમની આત્મકથા કે જીવનચરિત્ર નો અંશ મુકવાની રાજ્ય સરકાર ની વાત પણ એક સારો આદર્શ પૂરો પાડવાની છે તે પણ આવકાર્ય છે.
પરંતુ ભારતીય સંસ્કૃત સાહિત્યમાં પોતાનું નામ કવિ કે સાહિત્યકાર લખવામાં સંકોચ અનુભવતા.स्वप्न वासवदत्तम् ના નાટ્યકાર ભાસે તો તેર નાટકો લખ્યા પણ તેમણે પોતાનું નામ ક્યાય જણાવ્યું નથી. આ નાટકો છેક ૧૯૩૨માં ગણપતીશાસ્ત્રી નામના વિદ્વાને સંશોધન કરી ને નક્કી કર્યું કે આ નાટકો ભાસ ના જ છે.
આ નાટકો ભાસ ના જ છે તેમ ખબર એટલે પડી કે પછીના કવિઓ એ ઉલ્લેખ કર્યો છે કે ભાસે આવા નાટકો લખ્યા છે આમ સંસ્કૃત કવિ પોતાનું નામ લખવાનું પણ ટાળતા આવી નમ્રતા ભારત નો વારસો છે. નરસિહ કે મીરાંબાઈ ને ક્યાં ખબર હતી કે તેમના કાવ્યો દરેક ધોરણો ની ગુજરાતીમાં પહેલા પાને હશે ph.d.માં તેમના વિશે સંશોધન થશે.
સંસ્કૃત માં પણ આને મળતી પંક્તિ છે કે
न हि कस्तूरी सुगंधम् शपथेन विभाव्यते |
કસ્તુરી ની સુગંધ માટે સોગંદ લેવા પડતા નથી કે શરત લગાવવી પડતી નથી.